જ્યાં વિત્યું નથી, ત્યાં પછી એ જ પરેશાની ઊભી છે
જ્યાં મળ્યા નથી લોકો, ત્યાં પાછી એ જ પંચાત છે
જ્યાં ભજ્યા નથી હજી પ્રભુને, ત્યાં અહંકાર અડગ છે
જ્યાં મળ્યું નથી મંઝિલ, ત્યાં ફરી પાછા ફરવાની ત્યારી છે
જ્યાં કર્યા નથી હજી પ્રેમ, ત્યાં અપેક્ષાના પુલ બંધાયા છે
જ્યાં કર્યું નથી સગપણ, ત્યાં વ્યવહારમાં તો ખામી છે
જ્યાં પીરસ્યા નથી ભાજન, ત્યાં પૈસાની ગણત્રી છે
જ્યાં આવડ્યું નથી ભજન, ત્યાં હોશયારી મારવાની તૈયારી છે
જ્યાં કર્યા નથી કામો, ત્યાં વાહવાહ સાંભળવાની બેચેની છે
જ્યાં અર્પણ નથી કર્યું બધું, ત્યાં અંતિમ ચરણમાં માંગણી છે
- ડો. હીરા