અડ્ગતા અને જીદનું અંતર તો બહુ નાનું છે પણ ફરક મોટો છે
એક, પ્રભુમાં વિશ્વાસ જગાડે છે અને એક, ફરિયાદની પાળ બાંધે
વિશ્વાસ અને સમર્પણનું અંતર તો બહુ સુહામણું છે
એક, પ્રભુની સાથે તાર બાંઘે અને એક, તો પોતાનું અસ્તિત્વ મિટાવે
પ્રેમ અને સગપણનું અંતર તો બહુ ઓછા સમજે છે
એક, એકરૂપતા આપે છે અને એક, આપણી ચાહ પૂરી કરાવે છે
ઉદારતા અને અહિંસાનું અંતર તો બહુ મામૂલી છે
એક, બીજાને પોતાના બનાવે છે અને એક, બીજાને કરૂણા દર્શાવે છે
મંજિલ અને ફાયદાનું અંતર તો બહુ લાંબું છે
એકમાં પ્રભુ પમાય છે અને એકમાં, તો પ્રભુ થી દૂર જવાય છે
આ છે જીવનની પરીભાષા, આ છે જીવનની ડોર
જે સમજે છે, તે પામે છે, જે ના સમજે, તે તો જીવનમાં રડે છે
- ડો. હીરા