મિલનની ચાહ, હર કોઈને હોય છે, મંજિલને પામવી હર કોઈ ચાહે છે
વિશ્વાસમાં રહેવું હર કોઈ ચાહે છે, અવિશ્વાસ કરવો એ સ્વાભાવિક છે
મુશ્કેલીમાંથી ઊઠવું, સૌ કોઈ ઈચ્છે છે, મુશ્કેલીમાંથી શિખવું, એ તો કોઈક જ જાણે છે
દ્રવ્યતામાં દ્રષ્ટિ રાખવી સાચી, અધરી છે, મનુષ્યતા દિલમાં કેળવી એ તો મુશ્કિલ છે
જ્યાં પ્રેમ નથી જીવનમાં ત્યાં એક રણ છે, જ્યાં પ્રેમમાં નહાઈએ છીએ ત્યાં તો જન્નત છે
ફિકરોમાંથી ઉપર ઊઠવું હર કોઈ ચાહે છે, પોતાની જાતને સોંપતા ન કોઈ જાણે છે
મંજિલ મંજિલ ગોતવા હર કોઈ ભાગે છે, રાગમાં સુર પુરાવવો તો કોઈક જ જાને છે
સ્વીકાર નથી આ બધું, એ તો કચાસ છે, સ્વીકાર થશે અફસોસે, એ જ તો સચ્ચાઈ છે
- ડો. હીરા