જ્યાં વિનાશ છે, ત્યાં તો નવું સરજાય છે
જ્યાં અપૂર્ણતા છે, ત્યાં જ તો નવું નિર્માણ થાય છે
જ્યાં પ્રેમ છે, ત્યાં જ તો બધા બાંધ તુટે છે
જ્યાં વિશ્વાસ છે, ત્યાં જ તો અસંભવ સંભવ થાય છે
જ્યાં ભાવો છે, ત્યાં જ તો નવી ઇચ્છાઓ છે
જ્યાં દિલમાં મેલ છે, ત્યાં જ તો સફાઈ થાય છે
જ્યાં કોઈ દર્દ છે, ત્યાં જ તો પ્રભુને પુકારાય છે
જ્યાં વેદનાં છે ત્યાં જ તો પ્રભુમાં તાલ છે
જ્યાં પૂર્ણતા છે, ત્યાં જ તો વીણા વાગે છે
- ડો. હીરા