વજૂદ નથી કોઈ વાતમાં, પ્રમાણ નથી પોતાની જાતનું
અંતરમાં શાંતિ નથી, વાતમાં કોઈ મોલ નથી
ઇચ્છાઓની પાછળ ભાગવું છે, પોતાની જાતને પોસવું છે
માનવી નથી પ્રભુની વાતને, કરવું નથી એના કહ્યા પ્રમાણે
જાણવું નથી કંઈ આગળ આપણે, ફિકર નથી કોઈ વર્તનની હવે
સામનો નથી કરવો પોતાના કકળાટનો, વિશ્વાસ નથી કોઈનાં પર હવે
હાસ્ય આપણે તો ભુલ્યા છીએ, માતમ માનવતાનું માનીયે છીએ
પ્રભુ એમા શાંત છે. એના તો અંતરમાં ન શાંતિ છે
- ડો. હીરા