વિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે
અનુરૂપતામાં રહેવું અને અનમોલ બોલ પર વિચારવું, એ તો સાચો પ્રવાસી છે
ગુરુ આદેશનું પાલન કરવું, પોતાના અસ્તિત્વને ભૂલવું, એ તો સાચી રાહ છે
અંદાજ બધાનો રાખવો, ગુણ બધાના કેળવવા, એ તો સાચો વ્યવહાર છે
આનંદમાં સદૈવ રહેવું અને ઊંચનીચતાના બાંધ તોડવા, એ તો અમરતાની નિશાની છે
પ્રેમમાં સહુને રાખવા અને પ્રેમથી બધાને આવકારવા, એ તો જ્ઞાનીએ સમજવાનું છે
રસ્તા બધા ખુલા છોડવા અને રસ્તે આગળ વઘતા રહેવું, એ તો સેવકની સાધના છે
દીવાનગીને ત્યજવી અને શાંતિને સ્થાપવી, એ તો પરિપક્વતાની નિશાની છે
જીવન પ્રભુને સોંપવું અને કાર્ય એનું કરવું, એ જ તો આ જન્મ સિદ્ધ કરવાની કહાની છે
- ડો. હીરા