માનવ જાતિને ખબર નથી કે એ કેટલો શાણો છે
જીવન જીવવા માટે, એણે ગોતી નવી નવી તરકીબો છે
આનંદ મેળવવા, એણે રચ્યા નવા નવા વિસ્તારો છે
જુવાની સાચવવા, એણે શોધી નવી નવી દવાઓ છે
પોતાને અમીર બનાવવા, ગોત્યા નવા નવા સાધનો છે
સૂકુનમાં રહેવા, એણે ઉછેરિયા નવા નવા શહેરો રે
દિવ્યતાને પામવા, સ્થાપ્યા એણે તો નવા નવા મંદિરો રે
પ્રેમને પામવા, એણે કર્યા નવા નવા રાસો રે
ઓળખાણ પોતાની ગોતવા, કર્યા નવા નવા ચર્ચાપરિષદ રે
આવો આ માનવી, ક્યારે ભુલ્યો એ પોતાનો ચેહરો રે
રહી ગયો એ તો ખાલી ને ખાલી, ન મળ્યો આખિર કોઈ સહારો રે
- ડો. હીરા