ગુરુકુપા અને ગુરુ, પાલન વગર પમાતી નથી
ગુરુ ઇચ્છા અને ગુરુને સમર્પણ વગર કાંઈ મળતું નથી
ગુરુની દેખરેખ અને ગુરુના આશિષ વગર જીવન અધૂરું છે
ગુરુમાં લીન થાવું અને ગુરુમાં ઇશ્વર જોવા, એ જ બનાવે જીવન પૂરું
ગુરુની આજ્ઞા અને ગુરુનું શરણુ, એ જ છે રહસ્ય જીવનનું
ગુરુનાં ચરણમાં સર ઝુકાવું અને ગુરુ ને શિશ નમાવું, એ કર્તવ્ય આપણું
ગુરુને સોપવું અને ગુરુને બધું કહેવું, એ જ તો ધર્મ આપણો
ગુરુ એજ ગીતા, ગુરુ એજ વેદ, ગુરુ એજ તો છે ધ્યેય જીવનનું
ગુરુમાં સંપૂર્ણતા જોવી, ગુરુમાં પોતાને ખોવું, એ જ તો છે સીડી આપણી
- ડો. હીરા