લેખ લખ્યા તો ઘણા, ઇચ્છાઓ કરી તો ઘણી
પણ જ્યાં સુધી દિલ ના દ્રવ્યું, ત્યાં સુધી તો એ બધું ખોટું
વાસના ત્યજીને તો મેં, ગુરુને માન્યા તો મેં
પણ જ્યાં સુધી હું રહ્યો, ત્યાં સુધી તો બાકી છે બધું
આનંદનો અનુભવ કર્યો તો મેં, પ્રેમ દર્શાવ્યો તો મેં
પણ જ્યાં સુધી અનુભવ વગરનો રહ્યો, હુઁ તો રહ્યો અધૂરોને અધૂરો
વાણી પ્રભુની સમજી તો મેં, પ્રભુને એક ગણ્યા તો મેં
પણ જ્યાં સુધી કલ્પના અને હકીકતની દુવિધા હતી, અંધકારમાં રહ્યો
વિલંબ કર્યો, પ્રતિપળ પ્રભુને યાદ કર્યા
પણ જ્યાં સુધી પળનો અહેસાસ, નિરાકારને ન સમજી શક્યો
- ડો. હીરા