સમસ્ત સંસારમાં એક જ તકલીફ છે
સમસ્ત જીવોની એક જ મંજિલ છે
સમસ્ત વિચારોમાં એક જ પ્રવૃતિ છે
સમસ્ત જીવનમાં ખાલી માયાનું જોર છે
સમસ્ત કાર્યોમાં ખાલી ઇરાદાઓનું જોર છે
છુટકારો એનો આસાન નથી
ગુરુકૃપા વગર એ પમાતું નથી
શાંતિ અંતરમાં પ્રભુ કૃપા વગર શક્ય નથી
ઘૈર્ય, પ્રાર્થના અને સમર્પણ સતત માગે છે
પ્રભુમાં શરણાગતિ સતત માંગે છે.
- ડો. હીરા