પ્રેમ હૈયામાં ગુંજે છે, પ્રભુ તારો સાદ એ તો પૂરે છે
વર્ષા હૈયામાં તારા પ્રેમની મળે છે, મારા દિલમાં તારા સ્વર ફૂટે છે
અનુરોધ મારો જગાડે છે, તારી કૃપામાં મને નવ઼ડાવે છે
દીવાર આપઙા વચ્ચે તોડે છે, પ્રભુ તારી મહેફિલને એ તો શોધે છે
પરમતત્વમાં એ રમાડે છે, દયા ધર્મ શિખવાડે છે
સ્વાદ તારા મને કરાવે છે, હરએક રૂપમાં તારા દર્શન કરાવે છે
હૈયું મારું બોલે છે, મારા પ્રભુ મને અપનાવે છે
ધૈર્ય ધીરજ શિખવાડે છે, તારા જેવો મને બનાવે છે
સૂકુનમાં મને નવડાવે છે, તારી ભાષા મને સમજાવે છે
રહસ્ય બધા ખોલે છે, પ્રભુ તારા સ્વરમાં મને ગવડાવે છે
આદર સન્માન અપાવે છે, પ્રભુમને એકરૂપ બનાવે છે
નિચોડ જગમાં કરોવે છે, તારી હર વાતને સમજાવે છે
ગૈરોને અપનાવડાવે છે, તારા નિજ સ્વરૂપ બતાડે છે
શૂન્યાકારા મને બનાવે છે, તારા અંતરમાં વસાવે છે
- ડો. હીરા