ફરજ મારી બીજી કોઈ નથી, તારું કાર્ય એ જ તો ફરજ છે
કરજ મારું કાંઈ નથી, કર્મોની સંખ્યા તો ખતમ છે
વિચારો મારા કાંઈ નથી, નિતનવા વિચાર તો તારા છે
પરમ શાંતિ બીજી કોઈ નથી, તારી જ છબી દિલમાં છે
હૈયું કાંઈ નારાજ નથી, તારો આભાસ તો સતત છે
મેહફીલ કાંઈ દૂર નથી, તારી જ મહેફિલમાં તો શામિલ છે
પરમજ્ઞાન બીજું કાંઈ નથી, તારી જ શાનમાં આરામ છે
વૈષ્ણવ બીજો કોઈ નથી, તારા જેવું બનવું એ જ હકીકત છે
શરણાગતી બીજી કોઈ નથી, તારા જ નામમાં એ જાગૃત છે
ધ્યાનધર્મ બીજા કોઈ નથી, તારા કહ્યા પર ચાલવું એ જ કર્મ છે
- ડો. હીરા