ગુમનામ યાદો અને અદ્રષ્ય વાતો;
પ્રભુ તારી યાદ મને સતાવે છે, મને રડાવે છે.
ઉમ્મીદ ભરી રાહો, અને પ્રેમ ભર્યા નૈનો;
પ્રભુ તારી ખામોશી મને સતાવે છે, તારી રાહ મને તડપાવે છે.
આદર ભર્યા વિચારો અને ઉમંગ ભરી મંજિલો;
પ્રભુ તારું દર્પણ મને અપાવે છે, તારી રાહ મને જોવડાવે છે.
ચેન ભર્યા દિવસો, તેજ ભર્યા શાયરો;
પ્રભુ તારા સંગ મને રમાડે છે, પ્રભુ તારી વીણા મને સંભળાવે છે.
દર્દ ભર્યા કર્મો અને મુશ્કેલીભર્યા વિચારો;
પ્રભુ મારું દર્પણ મને દેખાડે છે, પ્રભુ તારું શરણ મને યાદ અપાવે છે.
- ડો. હીરા
gumanāma yādō anē adraṣya vātō;
prabhu tārī yāda manē satāvē chē, manē raḍāvē chē.
ummīda bharī rāhō, anē prēma bharyā nainō;
prabhu tārī khāmōśī manē satāvē chē, tārī rāha manē taḍapāvē chē.
ādara bharyā vicārō anē umaṁga bharī maṁjilō;
prabhu tāruṁ darpaṇa manē apāvē chē, tārī rāha manē jōvaḍāvē chē.
cēna bharyā divasō, tēja bharyā śāyarō;
prabhu tārā saṁga manē ramāḍē chē, prabhu tārī vīṇā manē saṁbhalāvē chē.
darda bharyā karmō anē muśkēlībharyā vicārō;
prabhu māruṁ darpaṇa manē dēkhāḍē chē, prabhu tāruṁ śaraṇa manē yāda apāvē chē.
|
|