હું તારો બાળ નથી, હું સંભાળ રાખતો નથી
હું તો તારું મૃત્યુ છું, તારી આગળ વધવાની રાહ જોઉં છું
ભિન્ન પ્રકારની વાતો અને ભિન્ન પ્રકારના વિચારોથી પણ હું પરે છું
તારી હરકતોને તો હું જોઉં છું, તારી ઔર નજદીક આવું છું
મોહ છે તારો મારી સાથે, એટલે તો જાણ્યા પછી પણ તું સુધરતો નથી
પ્રીત આપણી ગહેરી છે, કે પ્રભુ હોવા છતાં, મારો મિત તું બનવા અટલ છે
ન હું કંઈ તુજથી દૂર છું, ન હું કંઈ ચાલી જઈશ, દોડી દોડી આવીશ તારી પાસે
ગળે લગાવી તને તો હું, મારું રૂપ આપું છું, મારા અંધકારથી સવારું છું
ડગમગે જ્યારે તારા પગ, તને સાથ આપવા હું આવું છું, તારો સાચો સાથી છું
જીવનમાં તારી આંખ પર પટ્ટી તું રાખે, તસવીર છતાંએ મારી છાપું છું
શું તારો જીવનસાથી હું નથી? પછી શાને બીજાને માને છે તું
સંગીતમાં સૂર આપણે પુરશું, રામની યાદ કરી કહેશું- રામ નામ સત્ય હૈ
- ડો. હીરા