જે થશે એ સારું થશે, એ વિશ્વાસ હોવે જરૂરી છે
જે થઈ રહ્યું છે, એ સારું થઈ રહ્યું છે, એ નિષ્ઠા હોવી જરૂરી છે
અનુમાન ન હોય, એવું થાય, એની તૈયારી હોવી જરૂરી છે
મનની ચંચળતા અને જીવનની એકલતા ખામોશ થાય, એ જરૂરી છે
આ સૃષ્ટિમાં રહેવું, એની માનસિક અને શારીરિક તૈયારી હોવી જરૂરી છે
નિડરતા અને પ્રભુમાં વિશ્વાસ, એ જ પરિસ્થિતિને બદલે, એ જ તૈયારી છે
જીવનની ગાથામાં ગાવું અને ભૂલોને સુધારવી, એ જ તો જીવન છે
બાકી છોડો બધી વાતોને, વાતોને નિર્મળ રાખવી, એ જ તો સંતની વાણી છે
મોક્ષના સપના જોવા, તૈયારી નરકની કરવી, બધાની આજ બીમારી છે
શાને પછી કોઈને કોસવા, આખર તો જીવનમાં બધાની લાચારી છે
મંજિલ છે સામે, મોકા મળ્યા છે ઘણા, પણ ચાલવાની ન તૈયારી છે
મારી વાણીમાં છે રહસ્ય જીવનનું, પછી ખાલી ખોટી મગજમારી છે
- ડો. હીરા