વૈરાગ્ય જાગવો અને જીવનમાં ત્રાસી જવું જુદું છે
પ્રેમ જીવનમાં આપવો અને પ્રેમ બીજાનો માંગવો, જુદું છે
વાસના જીવનમાં ત્યજવી અને ઇચ્છા જીવનમાં સોંપવી, જુદું છે
મિશાલ જીવનમાં આપવી અને પ્રભુના રાહે ચાલવું, જુદું છે
આંગણામાં રહી જગ ઘુમવું અને અંતરમાં ઝુમવું, જુદું છે
વિશ્વાસ જીવનમાં રાખવો અને આચરણમાં ઉતારવો, જુદું છે
મોક્ષ માટે વિચાર કરવો અને એના માટે ચાલવું જુદું છે
નિડર જીવનમાં રહેવું અને ડરથી આખો વખત ધ્રુજ્વુ, જુદું છે
વાતો હૈયાની કરવી, પણ હૈયામાં ડર રાખવો, જુદું છે
મુલાકાત લોકોની કરવી, પોતાના અંતરથી દૂર ભાગવું, જુદું છે
માયા મા તણાવવું, પોતાને પ્રભુની ભક્તિનો દેખાડો કરવો, જુદું છે
- ડો. હીરા