જાગૃત અવસ્થાનું શું કામ છે? પ્રેમના શરણનું શું કામ છે?
અગર એ કોઈની તકલીફ દૂર કરી ન શકે, અગર એ વાતાવરણને શુદ્ધ ન કરી શકે
શંકા મનમાં ન થાય, હૈરત દિલમાં ન જાગે,
અગર એ કાર્ય બધા પૂરા કરે, અગર એ મનની ઇચ્છા તૃપ્ત કરે
મહેફિલ પ્રેભુ તારી શું કામની?
અગર એ ભક્તને સાચવી ન શકે, અગર એ જીવનદાન આપી ન શકે
પ્રમાણ મારું શું કામનું? તારા બોલનું શું કામ?
અગર એ જીવન જવાડી ન શકે, અગર એ અમૃત વરસાવી ન શકે
- ડો. હીરા