જેમ જેમ પ્રેમ વધે છે, તેમ તેમ હૈયું પીગળે છે;
જેમ જેમ તું કહે છે, તેમ તેમ આ મન તો ચાલે છે.
જેમ જેમ વજુદ ઓગળે છે, તેમ તેમ સત્ય પમાય છે;
જેમ જેમ જીવન વીતે છે, તેમ તેમ તું હૈયામાં રમે છે.
જેમ જેમ પ્રેરણા તારી મળે છે, તેમ તેમ દર્દને સુકૂન મળે છે;
જેમ જેમ ઓળખાણ તારી થાય છે, તેમ તેમ તારી એકરૂપતા મળે છે.
જેમ જેમ આ જીવ જીવે છે, તારી જ રાહે તો ચાલે છે.
- ડો. હીરા