તારા દર્શનને દિલ તલસે છે;
તારા સમીપ આવવા દિલ ચાહે છે.
હાજર હર પળ તને તો આ દિલ શોધે છે;
તારામાં સમાવવા આ દિલ ચાહે છે.
ચાહતથી પરે આ દિલ ન ઓળખે છે;
પ્રેમના કાજે આ દિલ માગે છે.
અધૂરી અવસ્થાને એ જાણી, રડે છે;
તારી નજદિક્તા આ દિલ તો માગે છે.
હવે તારા ચરણમાં દિલ તો રમે છે;
તારા જ ઈશારે આ દિલ રમે છે.
- ડો. હીરા