જ્યાં ઇંતેઝારની પળો વીતતી નથી, ત્યાં મરણ પણ તો આવતું નથી;
જ્યાં ફેરા જન્મમરણના ખૂટતા નથી, ત્યાં પ્રભુ દર્શન પણ થાતા નથી.
જ્યાં વ્યવહારમાં બદલાવ આવતા નથી, ત્યાં દિલમાં ચેન પણ મળતું નથી;
જ્યાં દિદાર પ્રેમનો થાતો નથી, ત્યાં સાચો પ્રેમ પણ તો સમજાતો નથી.
જ્યાં ઐશ્વર્યથી મન ભરાતું નથી, ત્યાં ઇચ્છા પણ કાબૂમાં આવતી નથી;
જ્યાં મન ચંચળતા ભુલાતુ નથી, ત્યાં મનના ગુલામ બન્યા વગર રહેવાતું નથી.
જ્યાં નાશવંત આ શરીર ભુલાતું નથી, ત્યાં મોક્ષની પ્રાપ્તિ થાતી નથી;
જ્યાં ધૈર્ય જીવનમાં રખાતું નથી, ત્યાં બલિદાન બીજાનું સમજાતું નથી.
જ્યાં શોધ પોતાની થાતી નથી, ત્યાં દંભ કર્યા વગર જીવાતું નથી;
જ્યાં અફસોસ જીવનમાં થાતો નથી, ત્યાં ધીરજવાન અને ગંભીર બનાતું નથી.
- ડો. હીરા