આખર શું કરવું છે આપણે, એ જ આપણને ખબર નથી?
નાચી કૂદી જીવન ચાલશે, આવું તો લાગતું નથી.
દુઃખ સુખ વ્યતીત કરી જીવન જીવાશે, એ ગમતું નથી;
અદ્રષ્ય બની જીવન જીવાશે, એવું કરતા આવડતું નથી.
ખુશનસીબી સમજી જીવન મનાશે, એવી ગફલતમાં જીવાતું નથી;
આખર શું કરવું છે જીવનમાં, એ જ તો સમજાતું નથી.
- ડો. હીરા