બદલ, બદલ પોતાની જાતને બદલ;
ઊતર, ઊતર, હૈયાના ઊંડાણમાં ઊતર;
સમજાવ, સમજાવ પોતાની જાતને સાચું સમજાવ;
છોડ, છોડ, પોતાની ઇચ્છાને તું બધી છોડ;
દોડ, દોડ, હવે તો પ્રભુની રાહે દોડ;
જાગ, જાગ, એકાંતમાં રહી પોતાની જાતને જગાડ;
ભાગ, ભાગ, બધા ખોટા વિચારોથી તું ભાગ;
વિચાર કર, વિચાર કર, પોતાના જીવનનો વિચાર કર;
પ્રેમ કર, પ્રેમ કર, પ્રભુને તો તું હવે પ્રેમ કર.
- ડો. હીરા