ક્યાં કોઈ સાથે બંધન બાંધિયા, ક્યાં કોઈને મેં અપનાવ્યા;
સાચી રાહ પર તો અમે ચાલિયા, સચ્ચાઈના દર્શન કરાવ્યા;
ન કોઈને કાંઈ કહી શકીએ, ન કોઈને કાંઈ બતાડી શકીએ, અમે છીએ નાના;
સર્મથ વાતો અમે કોને કહીએ, જ્યાં સત્ય છે અમારામાં;
જીવનની રાહે મળશે એવાજ માનવી, જેને ન કાંઈ છે લેવા-દેવા;
પોતાના બનીને રહેશે એવા, પછી કહેશે અમે ના તમને આવકાર્યા;
જ્યાં પથ આવો ત્યાં રાહ તો સમજાતી નથી, બોલવાનું શું, બોલાતું નથી;
વ્યવહારમાં અમે તો રહ્યા કાચા, મીઠી છૂરી ચલાવતા ન અમને આવડી;
જ્યાં અમને છે અમારા પ્રભુ વહાલા, પછી શાને કરીએ બીજા માટે કાર્યો એવા;
જેને આવવું હશે તે જરૂર આવશે, શાને કરીએ દીલના સંબંધ આવા.
- ડો. હીરા
kyāṁ kōī sāthē baṁdhana bāṁdhiyā, kyāṁ kōīnē mēṁ apanāvyā;
sācī rāha para tō amē cāliyā, saccāīnā darśana karāvyā;
na kōīnē kāṁī kahī śakīē, na kōīnē kāṁī batāḍī śakīē, amē chīē nānā;
sarmatha vātō amē kōnē kahīē, jyāṁ satya chē amārāmāṁ;
jīvananī rāhē malaśē ēvāja mānavī, jēnē na kāṁī chē lēvā-dēvā;
pōtānā banīnē rahēśē ēvā, pachī kahēśē amē nā tamanē āvakāryā;
jyāṁ patha āvō tyāṁ rāha tō samajātī nathī, bōlavānuṁ śuṁ, bōlātuṁ nathī;
vyavahāramāṁ amē tō rahyā kācā, mīṭhī chūrī calāvatā na amanē āvaḍī;
jyāṁ amanē chē amārā prabhu vahālā, pachī śānē karīē bījā māṭē kāryō ēvā;
jēnē āvavuṁ haśē tē jarūra āvaśē, śānē karīē dīlanā saṁbaṁdha āvā.
|
|