મન ચાહ્યા વર્તનો લોકો કરતા હોય છે,
મન ચાહ્યા સ્વાદો તે તો કરતા હોય છે.
કોઈ કોઈને છેતરતા હોય છે,
તો કોઈ કોઈને પ્રેમ કરતા હોય છે.
આખર એના મનના દાવ એ તો ખેલતા હોય છે.
કોઈ કોઈને નિહારતો હોય છે,
તો કોઈ કોઈને જુલમ કરતા હોય છે,
આખર એ તો મન પાછળ જ દોડતા હોય છે.
કોઈ કોઈને સંવારતા હોય છે,
કોઈ કોઈનો વિશ્વાસઘાત કરતા હોય છે,
આખર સહુ કોઈ મનનું મનોરંજન માણતા હોય છે
- ડો. હીરા