માનવ ધર્મ શું છે તમને ખબર છે?
લોકોનો ત્રાસ દૂર કરવો? લોકોને રાહત આપવી?
કે પછી પ્રભુને પામી, પ્રભુ તરફનું માર્ગદર્શન આપવું?
કે પછી નિત્ય આનંદમાં રહી, સહુને આરામ આપવો?
માનવ ધર્મ આ હર એક અવસ્થાની વાત છે.
માનવ ધર્મ જ આ સંસારનો સર્વ પ્રથમ ધર્મ છે.
એના સિવાય કોઈ ધર્મ નથી, આ ધર્મમાં કોઈ વાદવિવાદ નથી;
માનવ ધર્મ જ પ્રભુ ધર્મ છે, માનવ ધર્મ જ સાચું કર્મ છે.
- ડો. હીરા