મુલાકાત તો એ હસીન હતી, જીવનની તો નમી હતી;
પ્રેમની સંગીત હતી, આવકારની તો મુલાયમતા હતી;
પરમ શાંતિનો અનુભવ હતી, પરમ જ્ઞાનની એ ભેટ હતી;
ચિત્ત અંતરમાં આનંદ હતો, દિવ્યધારાની રજૂઆત હતી;
એકરૂપતાની એ ઝલક હતી, પૂર્ણતાની તો એ મંજિલ હતી;
અમીરસમાં એક પ્રેમ હતો, પ્રેમથી સમય નિર્લેપ હતો;
ભાષા દિલની તીવ્ર હતી, જાગૃત મનનું ગાંડપણ હતું;
અનુભવની દિલમાં રાહત હતી, ચાહતની તો દાવત હતી;
ઘંનઘોર એકાંતમાં ખાલી બે ના એકની મિલન હતું
- ડો. હીરા