મન ક્રોધિત થાય, કે મન શાંત થાય;
આખર નાચ તો એ આપણને નચાવી જાય.
દુનિયા સીધી ચાલે, કે દુનિયા આડી ચાલે;
આખર દુનિયામાં એ આપણને ભરમાવી જાય.
લેખ સીધા લખાય, કે લેખ ખોટા લખાય;
આખર વાચનાર પર તો એ અસર કરી જાય.
જાન જોખમમાં પડે કે જાન બચી જાય;
આખર એ ખુદનો વિચાર કરાવી જાય.
મનુષ્ય જન્મ લે, કે પછી મનુષ્ય મરણ પામે;
આખર જીવન કેટલું બધું શિખવાડી જાય.
- ડો. હીરા