પ્રેમથી રહો, બલિદાનમાં રમો;
ચક્કર મનના છોડો, તો પ્રભુ ક્યાં જશે?
હોંશથી યાદ કરો, મદહોશ એનામાં બનો;
નિર્દોશતાથી એને પુકારો, તો પ્રભુ ક્યાં જશે?
આરામથી જીવો, બીજાને આરામ આપો;
સહુ કોઈનું ધ્યાન રાખો, તો પ્રભુ ક્યાં જશે?
વ્યવહાર સાચા કરો, પ્રભુને મધ્યમાં રાખો;
પ્રથમ એનો વિચાર કરો, તો પ્રભુ ક્યાં જશે?
પ્રેમની હૂંફ આપો, દિલમાં પ્રભુને વસાવો;
ઇરાદા સાફ રાખો, તો પ્રભુ ક્યાં જશે?
- ડો. હીરા