મન મોકળાશમાં પરિવર્તન આપોઆપ થાય છે,
સંકુચિત મનમાં તો ખાલી ઘર્ષણ થાય છે,
વિનય વિવેકમાં ખાલી સ્વીકાર થાય છે,
આડંબરમાં તો ખાલી પોતાનું જ નુક્શાન થાય છે,
અમરતામાં ખાલી પ્રભુદર્શન થાય છે,
અજ્ઞાનતામાં ખાલી એના માટે આડંબર થાય છે,
વાસ્તવિક્તામાં ખાલી પોતાની ઓળખાણ થાય છે,
હૈરતમાં ખાલી એક અનાદર વર્તન થાય છે,
હારજિતમાં ખાલી વિશ્વનો અહેસાસ થાય છે,
મન ચંચલતામાં ખાલી અવિશ્વાસ થાય છે.
- ડો. હીરા