મને શું જોઈએ, મને શું ગમે, એની શું ફિકર કરું?
પ્રભુને શું જોઈએ, એને શું ગમે, કેમ એનો વિચાર ન કરું.
દુનિયામાં રહેવું હશે તો એના જેવું બનવું પડશે,
પ્રભુ સંગ રહેવું હશે તો એના જેવું બનવું પડશે.
સરળ ભાવોમાં રમવું પડશે, સરળતમાં જીવવું પડશે,
લોકોના વ્યવહારને ભૂલવા પડશે, લોકોને જ તો ભૂલવા પડશે.
મને મારી મંજિલ યાદ રખવી પડશે, મંજિલમાં જ તો રહેવું પડશે,
આખર એને જ મધ્યમાં રાખવો પડશે, મધ્યમાંથી પોતાને કાઢવો પડશે.
મને મારી ઓળખાણ ભૂલવી પડશે, ઓળખાણ એની જ સ્વીકારવી પડશે.
- ડો. હીરા