ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ તો જીવિત છે,
હર એક સંતની વાણી કહે છે કે પ્રભુ તો સાક્ષાત છે.
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ તો બધું કરે છે,
હર એક દુઃખને એ તાળે છે, હર એકને શાંતિ આપે છે.
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ સહુને પ્રેમ કરે છે,
અંગુલિમાલને પણ તો બુદ્ધ મળે છે.
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ બલિદાન આપે છે,
ધર્મ સ્થાપના માટે એ તો સાર્થી પણ બને છે.
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ પ્રેમ કરે છે,
ગોપીઓના નાચને એ તો સંવારે છે.
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ સૌને અપનાવે છે,
શબરીના જૂઠા બોરને પણ એ સ્વીકારે છે.
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ સાથે ને સાથે રહે છે,
નરસિંહ, મીરાના પ્રેમમાં એ તો એમના કાર્ય પૂરા કરે છે.
ઈતિહાસ ગવાહ છે કે પ્રભુ તો સરળ છે,
સરળતામાં એ તો સુદામાને પણ બધું આપે છે.
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ વિષને હરે છે,
નિલકંઠ બની એ તો સહુનું ધ્યાન રાખે છે.
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ સર્વવ્યાપક છે,
યશોદાને પણ એ પૂર્ણ રૂપ બતાડે છે.
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ સર્વ દુઃખ હરે છે,
સીતાના બલિદાનથી એ લંકા અયોધ્યાને સંવારે છે.
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ વિકારોનો નાશ કરે છે,
ચંડી બની એ તો અસુરોનો વધ કરે છે.
ઇતિહાસ ગવાહ છે કે પ્રભુ તો પ્રેમાળ છે,
સર્વને સ્વીકારી એ તો સહુને સુધારે છે.
- ડો. હીરા