મનુષ્યની કચાસ અને વિચારોની તીવ્રતામાં છુપું છે અભિયાસ
વિનમ્રતાના ભાવો અને કાવિયત્રાના બોલોમાં છુપું છે પ્રભુનો શ્વાસ
આનંદનો ફુવારો અને મિલનના સહારામાં છુપ્યો છે મોક્ષનો સાર
વ્યક્તિત્વને ભૂલવું અને બધામાં પોતાને જોવું, એમાં છુપ્યું છે અંતરનું જ્ઞાન
વૈરાગ્યમાં ઝૂમવું અને પ્રભુમાં રમવું, તેમાં છુપ્યો છે બ્રહ્માંડનો સાર
આંખોંથી નીરખવું અને અંતરમાં ઉતારવું, તેમાં છુપ્યો છે સમર્પણનો ભાવ
વાતો પ્રભુની કરવી અને કાર્યો એને સોંપવા, તેમાં છુપ્યો છે આનંદ તો અપાર
સત્યમાં જીવવું અને અનુરૂપ વર્તન કરવું, તેમા છુપ્યો છે જ્ઞાનનો નિસ્વાર્થ ચાહ
દિવ્યતામાં રમવું અને પીડીતોનું દર્દ ભગાડવું, તેમાં છુપ્યો છે પ્રભુનો પ્યાર
આનંદમાં હસવું અને પ્રભુ પ્રેમમાં ખીલવું, તેમાં છુપી છે કૃપા પ્રભુની અપાર
- ડો. હીરા