મુસાફરીમાં મળશે ઘણા લોકો, બનશે એ તો પોતાના થઈને
રાખશે આશ સાથે રહેવાની, બનશે એ તો કોઈના ના થઈને
ઉમંગો લાવશે પ્રભુનું મિલન, રહેશે તો સદાય સાથમાં
નિર્જીવને પ્રાણવંતા બનાવશે, એ તો રહેશે સદા આનંદમાં
લોકોથી ભરમાશું તો ક્ષણિક આનંદ અને ક્ષણિક પ્રેમ મળશે
પ્રભુમાં રહેશું તો સતત આંનદ અને અમૂલ્ય પ્રેમમાં રહેશે
વાસનાના શિકાર બનીયે આપણે, પોતાની જરૂરિયાતને પોષીયે આપણે
પ્રભુમાં અનુભવશો શુદ્ઘતા, પ્રભુમાં મળશે હર ઇચ્છાનો અંત
આ છે જીવન સફર હર કોઈની, જીવનમાં રાહ ભૂલીયે આપણે
પ્રભુ ના ભૂલે કદી કોઈને, એ તો છે મહાનતા પ્રભુની
- ડો. હીરા