પ્રેમની સાદગી લોકોને સમજાતી નથી
વિશ્વાસની વાતો, લોકોને પચતી નથી
વિનમ્રતાના ભાવો લોકોમાં રહેતા નથી
જ્યાં સ્વાર્થ અને લાલસા લોકોમાં બંધ થાતા નથી
સચ્ચાઈ લોકોના ભાવોમાં દેખાતી નથી
“આવું પણ હોય”, એનાથી ઉપર ઊઠવું નથી
જિંદાદિલી લોકોને આવડતી નથી
પોતાના સુખ સગવડ અને પરિવારથી ઊઠવું નથી
શરીર તો એક દિવસ દગો આપશે, એ વાત માનવી નથી
પોતાની સોચને સમજાવ્યા વિના લોકોને રહેવું નથી
પ્રભુ ત્યાં શાંત થાય, એ વાત સમજાતી નથી
પ્રભુને ભૂલતા અમને વાર લાગતી નથી
- ડો. હીરા