જ્યાં પ્રેમનો સંબંધ છે, ત્યાં અંતરમન શાંત છે
જ્યાં દુવિધા જાગે છે, ત્યાં તો અવિશ્વાસનું બીજ ઉગે છે
જ્યાં સ્વાર્થ છે, ત્યાં લોકો પાસેથી અપેક્ષા છે
જ્યાં વૈરાગ્ય છે, ત્યાં લોકો ન તો આસપાસ છે
જ્યાં પ્રભુનું દ્ધાર છે, ત્યાં એક આનંદિત શાંતિ છે
જ્યાં નિસ્વાર્થ છે, ત્યાં કોઈના વ્યવહારમાં ન કાંઈ ખામી છે
જ્યાં દિલાવરી છે, ત્યાં ન કોઈ લેણા દેણીની વાત છે
જ્યાં પ્રભુનું દર્પણ છે ત્યાં ન કંઈ કાર્યભારી છે
જ્યાં ખુલાસ છે, ત્યાં જ તો પ્રભુની સમજદારી છે
- ડો. હીરા