સદ્દગુરુના પ્રેમનો ન કોઈ મોલ થાય
સદ્દગુરુની કૃપાની તો કાંઈ વાત ન થાય
જીવનમાં પ્રકાશ અને મંજિલને પાર કરાવે એ તો
જીવનમાં મહેક અને કર્મો ને બાળે એ તો
સદ્દગુરુના જ્ઞાન અને સદ્દગુરુની વાણી શાંતિ આપે
સદ્દગુરુની ઇચ્છા, છે એ તો પરમ ઇચ્છા, પ્રભુ દર્શન આપે એ તો
વિશ્વાસ સદૈવ શિષ્યમાં રાખે એ તો
સદ્દગુરુ તમને વંદન કરીએ અમે તો
અંતરમાં નાંદ સંભળાવે એવા, સદ્દગુરુ તમને નમીએ અમે તો
સદ્દગુરુના બાળ છીએ અમે તો, સદ્દગુરુ સાથે તો રમીએ અમે તો
- ડો. હીરા