જ્યાં પ્રેમ છે, ત્યાં જ તો પ્રભુ વસે છે
જ્યાં વિશ્વાસ છે, ત્યાં તો પ્રભુદર્શન થાય છે
જ્યાં શાંતિ છે, ત્યાં જ પ્રભુનો અનુભવ થાય છે
જ્યાં દિલ સાફ છે, ત્યાં જ તો પ્રભુનું આગમન થાય છે
જ્યાં સંબંધ ગેહરો છે, ત્યાં જ પ્રભુમાં એક થવાય છે
જ્યાં દુનિયા છૂટે છે, ત્યાં જ તો નવી દુનિયા મળે છે
જ્યાં નાની સમજ મટે છે, ત્યાં જ આંખો ખૂલે છે
જ્યાં સમજવાના પ્રયત્ન છે, ત્યાં જ સાચી સમજણ મળે છે
જ્યાં ભેદભાવ મટે છે, ત્યાં જ પ્રભુમાં એક થવાય છે
જ્યાં મનમાં પ્રભુ વસે છે, ત્યાં જ તો મન બધું ભૂલે છે
- ડો. હીરા