પ્રેમની શક્તિ અને ગુરુ માટેની ભક્તિ, એ જ તો છે દ્ધાર પ્રભુના
આજ્ઞાનું પાલન અને પ્રભુનું આગમન, એ જ તો છે નિશાની દિવ્યતાની
દિલમાં સૂકુન અને વિચારોમાં શાંતિ, એ જ તો છે મહેરબાની પ્રભુની
વિકારો ઉપર કાબુ અને ઉમંગમાં નહાવુ, એ જ તો છે મંજિલની તૈયારી
વિશ્વાસમાં રમવું અને પ્રશ્નો પર કાબૂ, એ જ તો છે તલ્લીનતા પ્રભુની
અંતરમાં આંનદ અને દુનિયાથી પરે, એ જ તો છે જીવનનું તરાજુ
વૈદોનું ઉદ્રભવવું અને સત્યને જાણવું, એ જ તો છે કૃપા પ્રભુની
પ્રાણો ને ભૂલવું અને પરમાત્મામાં ખોવાવું, એજ તો છે મંજ઼િલ જીવનની
મનમાં પ્રભુનું સ્મરણ, દિલમાં પ્રભુનો વાસ, એ જ તો છે પ્રભુની નિશાની
- ડો. હીરા