પ્રેમમાં જે અચકાય છે, એ તો પ્રભુથી દૂર જાય છે
પોતાની જાતને જે ન ઓળખે છે, એ તો પોતાને જ છેતરે છે
અપેક્ષા જે બીજાની કરે છે, એ તો કાયમ અતૃપ્ત રહે છે
જે ખુલી શ્વાસમાં જીવે છે, એ તો પ્રભુની વાણી સમજી શકે છે
જે અંતરિક્ષનું આનંદ લે છે, એ તો જગ પુરું પોતાનું ગણે છે
જે વ્યવહારમાં બીજાની ખામી ગોતે, એ તો વ્યવહાર ચૂકે છે
જે પ્રેમમાં પ્રભુને જોવે છે, તે પ્રેમને સાચો સમજી શકે છે
જે દુવિધાથી વિશ્વાસ તરફ ચાલે છે, તે તો ન ભરમાય છે
જે સમર્પણનો ભાવ રાખે છે, તે જ તો બધું પામી શકે છે
- ડો. હીરા