જ્યાં મનમાં શાંતિ નથી, ત્યાં પ્રભુ દેખાતા નથી
જ્યાં ડરમાં માનવી લોભી બને, ત્યાં સીધો રસ્તો દેખાતો નથી
જ્યાં બધુ ખોવાનો ભય લાગે, ત્યાં દુવિઘા અને અવિશ્વાસ જાગે
જ્યાં પોતાની જાતને ચાલાક ગણીયે, ત્યાં જ પોતાને આપણે છેતરીએ
જ્યાં પ્રભુ કૃપાની અવજ્ઞા કરીએ, ત્યાં કર્મોના બાંધ બાંધીયે
જ્યાં બુદ્ઘિ આપણીને પરમ સ્થાન આપીયે, ત્યાં જ પોતાના માટેનો ખાડો ખોદીએ
જ્યાં વાસનાને પ્રેમ ગણીયે, ત્યાં પ્રભુને આપણાથી દૂર કરીયે
જ્યાં બીજાના વ્યાવહારમાં ખામી ગોતીએ, ત્યાં જ અવિશ્વાસ સહુથી કરીએ
- ડો. હીરા