એક સંતએ પ્રેમથી આવકારીયા, બીજાએ પથ્થર મારી બહાર ભગાડીયા
એક સંતેએ મૌન રાખી, ન કંઈ કહ્યું, બીજાએ પ્રવચનમાં બધુંજ કહ્યું
એક સંતેએ પોતાની જાતને ભગવાન કહ્યું, બીજાએ પ્રભુને ‘મા’ કહ્યા
એક સંત આખું જીવન એક ઠેકાણે રહ્યા, બીજા હર સ્થળે યાત્રા કરતા રહ્યા
એક સંત ગુફામાં જઈ જગ થી દૂર રહ્યા, બીજા જગમાં રહી સાધારણ મનુષ્ય રહ્યા
એક સંત સતત ધ્યાનમાં રહ્યા, બીજા સંત સતત લોકોમાં રહ્યા
એક સંત નિર્મળ આનંદમાં રહ્યા, બીજા સંત સતત સેવામાં રહ્યા
એક સંત સાહિત્યમાં રહ્યા, બીજા સંત ભક્તિમાં રહ્યા
એક સંતે કોઈને શિષ્ય ન ગણ્યા, બીજા સંતે શિષ્યને દેશવિદેશ મોકલાવ્યા
કોણ સાચા સંત, મનુષ્ય હેરાન પામ્યા,પ્રભુના અનેક રૂપોને એ ના સમજી શક્યા
- ડો. હીરા