શિવ શક્તિના મિલનથી કુદરત રચાય છે
શિવ શક્તિના આશીર્વાદથી તો પ્રભુ પમાય છે
શિવ શક્તિની આરાઘનાથી શાંતિ મળે છે
શિવ શક્તિની કરૂણાથી તો પોતાની જાત ને ભૂલાય છે
શિવ શક્તિના પ્રેમમાં તો પ્રેમનો અનુભવ થાય છે
શિવ શક્તિની મુક્તિમાં તો અંતર ખીલે છે
શિવ શક્તિની દ્રવ્યતાથી નવું નવું સરજાઈ છે
શિવ શક્તિના દર્શનથી તો જગ પમાય છે
- ડો. હીરા