વિરોધ અને અવગણનાથી પ્રભુનું સામ્રાજ્ય મળતું નથી
અવિવેક અને અસમજણથી વિશ્વાસના પરદા ખૂલતા નથી
જીવનની લબ્ધતા અને વિચારોની સીમાથી પરે છે પ્રભુનું સામ્રાજ્ય
અસંતોષ અને અનુભવની ગાથાથી ઉપર છે પ્રભુનું સામ્રાજ્ય
જીવનની નિષ્ફળતા અને કમજોરીમાં પ્રભુ દેખાતા નથી
પણ મનમાં તલ્લીનતા અને અમરતાના જનુનમાં પ્રભુ મળ્યા વિના રહેતા નથી
સમજણથી પરે વિચારોથી ઉપર, વિકારોથી દૂર છે પ્રભુનું તો ગામ
પ્રેમની ગલીયો, હૃદયની શુદ્ધતામાં વસે છે એ પ્રભુનું તો ગામ
- ડો. હીરા