વિશ્વાસના પરદા જ્યાં ખૂલે છે, ત્યાં નવા નવા રસ્તા મળે છે
અનુભવની દુવિધા મટે છે, અદ્દભુત આનંદનો અનુભવ થાય છે
એકલતા ત્યાં તો મટે છે, ફરિયાદના દ્ધાર બંધ થાય છે
અહેસાસ પ્રભુનો ત્યાં થાય છે, પ્રભુ કૃપાનું દર્પણ મળે છે
વિનમ્રતાથી દિલ પૂલકિત થાય છે, મસ્તીભર્યો તરંગ થાય છે
અણસાર એકત્ર બની જાય છે, આળસનો અંત થાય છે
જીવન જીવવા માટે રસ્તો મળે છે, પ્રેમતણા તાંતણાં ખૂલે છે
વૈરાગ્ય ઉદ્દભવ થાય છે, આપોઆપ બધું કાર્ય થાય છે
મંજિલ મંજિલ ઉમંગમાં નચાય છે, જીવન પ્રફુલ્લિત થાય છે
- ડો. હીરા