આક્રોશ આરોપને બાળનાર, મનને હલાવનાર
મારા મનમાં વસો તમે ઓ પરમ ગુરુ, મારા મનમાં વસો તમે
જીવન મારું સંભાળનારા, મને સમ દ્રષ્ટિ આપનારા
મારા હૈયામાં પ્રેમ જગાડનાર, ઓ પરમ ગુરુ, મારા હૈયામાં વસો તમે
મને સાચી રાહે ચલાવનારા, મને મારી ઓળખાણ કરાવનારા
મારા જીવનમાં ફૂલ ખિલાવનારા, ઓ પરમગુરુ, મને તમારામાં સમાવો તમે
મને મુશ્કેલીઓથી બચાવનારા, અંતર દર્શન કરાવનારા
મને એક કરનારા, મને શૂન્ય કરનારા, મારી દ્રષ્ટિમાં વસો તમે
હાર જીતથી ઉપર ઊઠાવનારા, જીવનમાં પ્રીત જગાડનારા
મને મારાથી ઉપર ચઢાવો તમે ઓ પરમગુરુ. તમારા માં એક કરો
- ડો. હીરા