સર્વ ધર્મમાં બંધાયેલો છે પ્રભુ પ્રીતનો સાર
સર્વ માર્ગમાં છુપાયેલો છે પ્રભુ મિલનનો સાર
સર્વે લોકોમાં બંધાયેલો છે પ્રભુ સાથેનો એક તાર
સર્વે કાર્યમાં છુપાયેલો છે પ્રભુનો સંપુર્ણ પ્યાર
કરવા સહુ ચાહે છે, પ્રભુને મળવાની તૈયારી
કરે તો કોઈક જ છે એના રાહે ચાલવાની તૈયારી
મોક્ષની ભ્રાંતી ખબર નથી, જિતની શાંતી મેળવી નથી
સહુ કોઈ કરે છે અંહિસાના માર્ગ ચાલવાની વાત
મનમાં શાંતિ નથી, ઇચ્છાઓ પૂરી થઈ નથી
હર કોઈ કરે છે વિકારો ઉપર કાબૂ કરવાની વાત
તાંડવની લીલા જોઈ નથી, ભક્તિનો રસ પીધો નથી
હર કોઈ ચાહે છે પ્રભુ ચરનમાં વાસ
સહારો કોઈનો બન્યા નથી, અંતરના ભેદ તુટયા નથી
મંજિલ બહુ દૂર છે, એનો નથી અમને કોઈ એહસાસ
- ડો. હીરા