ઓ મારા વિચલિત મનને સ્થીર કરનારા, યાચના મારી સ્વીકારો
ઓ મારા પરમ આનંદમાં રાખનારા, મારી પ્રાર્થના તમે સ્વીકારો
ઓ મારા મનમાં પરમ શાંતિ સ્થાપનારા, મારી અરજી તમે સ્વીકારો
ઓ મારા ધ્યાનમાં સદા વસનારા, તમારી કરૂણા હવે વરસાવો
ઓ મારામાં પરમ પ્રેમ જગાડનારા, તમારા પ્રેમના પાત્ર બનાવો
ઓ મારા આનંદમાં છુપાનારા, મને તમારામાં હવે સમાવો
ઓ મારું અસ્તિત્વ મિટાવનારા, તમારામાં હવે એકરૂપ કરો
ઓ મારા જીવને ચૈન આપનારા, તમારામાં હવે મને વસાવો
ઓ મારી આંખોને દિવ્ય દ્રષ્ટિ આપનારા, તમારી દિવ્યતામાં હવે સમાવો
ઓ મને નિર્ગુણ અવસ્થા સમજાવનારા, તમારી નિર્ગુણતા પ્રદાન કરો
ઓ મારા જીવને મુક્ત કરનાર, મને મારાથી મુક્ત કરો
- ડો. હીરા