સમુદ્ર મંથન પછી તો નિકળ્યું વિષ, મનના મંથન પછી નિકળી પ્રીત
સમુદ્રમાં તો છે ગહેરાઈ ઊંડી, મનમાં તો છે વિચારો અસંખ્ય
સમુદ્રમાં સમાય બધી નદિઓના જળ, મનમાં છે ભવોભવના સ્થળ
સમુદ્રમાં છે જગની ખારાશ, મન તો છે વિકારોનો સમુદ્ર
સમુદ્રમાં છે લેહરો અગણિત, મનમાં તો છે ઇચ્છાઓ અગણિત
સમુદ્રમાં છે શ્રદ્ઘાનું બળ, મન તો છે છળકપટનું સ્થળ
સમુદ્રમાં છે વિશાળતા પ્રભુની, મનમાં તો છે શંકા પ્રભુ માટેની
સમુદ્રમાં છે અસંખ્ય જીવોનો વાસ, મનમાં છે અસંખ્ય કર્મોનો વાસ
સમુદ્રમાં તો છે શુદ્ઘતા ભરી, મનમાં તો છે દિવ્યાતા છુપી
સમુદ્રમાં છે ઓમ નાદનો ભાસ, મનમાં છે છુપી શાંતી શ્રદ્ઘાનો વાસ
સમદ્ર તો છે અદ્દભુત સર્જન પ્રભુનું, મનમાં છે પ્રથમ સ્થાન પ્રભુનું
- ડો. હીરા