વેચવા નીકળ્યા છે જગને અને સહુ કોઈ પોતાની જાતને
સર્વમા છુપાએલું છે વિષ, નિકળ્યા ભલાનું પરદો ઓઢીને
ઝાંઝર શંકાની અને માળા મૂર્ખતાની પહેરે છે સહુ કોઈ
દિલમાં તાંડવ રચે, નાગ બને સર્વ આ સૃષ્ટિ માટે સહુ કોઈ
મુલાયમ પોતાની જાતને ગણે, વિકારો પર કાબૂ ન રહે
શિવાલયમાં રાખે પોતાની જાતને, શિવનું નામ ન લે હર કોઈ
દુઃખ દર્દથી ભરેલી છે આ દુનિયા, પોતાનાં કર્મોથી બનેલી છે આ દુનિયા
વિશ્વાસનો તો દગો આ આપે, ઇન્સાનિયતના નામે ધર્મ એ તો તોડે
ચક્ર જીવનનું આમ જ ચાલ્યા કરે, વિશ્વ આખાને તો પ્રદુષિત કરે
મોક્ષની વાત બહુ મોટી કરે, પોતાની જાતને પણ છેતર્યા કરે
ઇલાજ એનો દેખાતો નથી, બસ કર્મ ની રાહે એ તો ચાલ્યા કરે
- ડો. હીરા