જગતકલ્યાણ કરવા તમારું હૈયું ઘબકે છે
દિલડું તમારું કાયમ મદદ માટે દોડી જાય છે
રામ ભક્ત તો સાચા છો તમે, કૈલાસના કાર્ય કરો છો તમે
જગ આખું તમારું છે, કણ કણમાં રામનું નામ ભળવાયું છે તમે
મોહમાયાથી પર છો તમે, મિલનની પણ યાદ ન રાખી તમે
મોક્ષના દ્ધારે ઊભા છો તમે, છતાં બધાને સાથે લઈ જવા છે તમને
પ્રશંસા નથી ખાલી અમથી, છે આ દિલની વાત પૂરી નમ્રતાથી
સહાય તમારી માંગીયે છીએ અમે, જગતકલ્યાણના કાર્યમાં સાથે ચલાવો અમને
શિવના આદેશનું પાલન કરવા આવ્યા છીએ અમે, માર્ગદર્શન તમારું માંગીયે અમે
- ડો. હીરા